Not Set/ 24 વર્ષના લગ્ન જીવન બાદ પતિએ માંગ્યા છૂટાછેડા, કારણ જાણશો તો નવાઈ લાગશે

પતિ પત્ની વચ્ચે છૂટાછેડાના અનેક કેસ વિશે આપણે સાંભળ્યું હશે,જેમાં દંપતીએ કોર્ટને છુટા પડવાના કારણો આપ્યા હોય છે.આ કારણોમાં દહેજની માગણી કે મારપીટ જેવા કારણ વધારે જોવા મળે છે. જો કે અમદાવાદના એક પતિએ પત્ની સાથે એટલે છૂટાછેડા માંગ્યા છે કેમ કે તે દારૂ વેચે છે. શહેરમાં પત્ની દારૂ વેચવાનું કામ કરતી હોવાથી પતિએ છૂટાછેડા […]

Ahmedabad Gujarat

પતિ પત્ની વચ્ચે છૂટાછેડાના અનેક કેસ વિશે આપણે સાંભળ્યું હશે,જેમાં દંપતીએ કોર્ટને છુટા પડવાના કારણો આપ્યા હોય છે.આ કારણોમાં દહેજની માગણી કે મારપીટ જેવા કારણ વધારે જોવા મળે છે.

જો કે અમદાવાદના એક પતિએ પત્ની સાથે એટલે છૂટાછેડા માંગ્યા છે કેમ કે તે દારૂ વેચે છે. શહેરમાં પત્ની દારૂ વેચવાનું કામ કરતી હોવાથી પતિએ છૂટાછેડા માંગ્યા છે. પત્નીની માતા પણ દારૂ વેચે છે જ્યારે પિતા બૂટલેગર છે. આ સાથે પતિએ પત્ની પર વ્યભિચારનાં પણ આક્ષેપો કર્યા છે. આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં રહેતા આ દંપતીનું લગ્ન 24 વર્ષ પહેલા થયું છે. આ દંપતીને બે સંતાનો પણ છે. થોડો સમય આ લોકોનું લગ્નજીવન સારૂં ચાલ્યું બાદમાં તેમની વચ્ચે વિવાદ સર્જાયા કરતો હતો. તેમના સમાજનાં અગ્રણીઓએ કેટલીકવાર વચ્ચે પડીને બંન્નેને સમજાવ્યાં પણ છે. તે બાદ થોડો સમય તેમનો સંસાર સારો ચાલતો પછી તેઓ લડતા જ હતાં.

છૂટાછેડાની અરજીમાં પતિએ પત્ની પર અનેક આરોપો મુક્યા છે. જેમકે પતિએ જણાવ્યું છે કે, પત્ની દારૂ વેચે છે.તેનો પરિવાર પણ દારૂ બનાવે છે.પત્ની દારૂ વેચતી હોવાથી તેના બાળકો પર તેની ખરાબ અસર પડે છે.

પતિએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, મારી પત્નીનાં પાડોશી યુવાન સાથે અનૈતિક સંબંધો પણ છે. થોડા સમય પહેલા એક દિવસ હું ઘરમાં આવ્યો ત્યારે એ યુવાન સાથે બંન્ને કઢંગી હાલતમાં ઝડપી પાડયા હતા. એ વખતે પત્નીએ માફી પણ માગી હતી. સંતાનોના ભવિષ્ય ખાતર જે તે વખતે મેં સમાધાન કરી લીધું હતું.

તે બાદ પણ પત્નીનાં તે યુવાન સાથે સંબંધ છે. પત્નીની માતા દારૂ વેચવાનો ધંધો કરે છે, પત્ની દારૂ વેચવામાં મદદ કરે છે અને સાથે દારૂ વેચવાની કામગીરી પણ કરે છે. પત્ની ઘરે આવવા માગતી નથી, મને પરેશાન કરી રહી હોવાથી છૂટાછેડા આપવા જોઈએ. હજી આ કેસમાં પરિણીતાએ પોતાનો પક્ષ મુક્યો નથી. આગામી દિવસોમાં પરિણીતા પોતાનો બચાવ રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.