Fire/ અમદાવાદ: ઘોડાસરમાં પાર્ક કરેલી લક્ઝરી બસોમાં આગ લગતા બળીને ખાખ

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 3.40  વાગ્યે એક કોલ આવ્યો હતો કે ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં આગ લાગી છે,

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરના પૂર્વ ભાગમાં ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યાએ પાર્ક કરેલી લક્ઝરી બસોમાં મોડી રાત્રે આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને બે કરતા વધારે વાહનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે 5  લક્ઝરી બસો બળીને રાખ થઈ ગઈ છે, જ્યારે 2 લક્ઝરી અને એક કારને સહેજ નુકસાન થયું છે.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 3.40  વાગ્યે એક કોલ આવ્યો હતો કે ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં આગ લાગી છે, ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કન્ટ્રોલમાં આવે તે પહેલાજ બસો બળીને ખાખ થઈ ગઈ હતી.

આપને જણાવી દેઈ કે, જોતજોતામાં આગ પાર્ક કરાયેલી અન્ય ગાડીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. સ્થાનિકોએ આગને જોતા જ રાત્રે 3.43 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી, અને 3.45 કલાકે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 8 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાનું શરૂ કર્યું હતુ. 10 મિનીટમાં આગ કાબૂમાં આવી હતી.

કુલ 8 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને બે કાર સામેલ છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણ શકાયું નથી. ઘટના સ્થળે તાત્કાલિક પહોંચેલા બસ માલિક દિપક પટેલે કહ્યું કે, અમે રાત્રે સૂતા હતા ત્યારે ફોન આવ્યો કે તમારી બસોમાં આગ લાગી છે. રસ્તામાં મેં પણ ફાયરને ફોન કર્યો તો જાણ કરી અમે ગાડી પહેલે જ મોકલી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…