Not Set/ બોલિવૂડ/ સલમાનનાં મતે ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ ખેલાડી છે અસલી ‘દબંગ’

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ઘણા સમયથી રિલીઝની રાહ જોઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે, જેને સલમાનનાં ચાહકો દ્વારા પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તે ટીમ ઈન્ડિયાનાં કયા ખેલાડીને દબંગ માને છે, ત્યારે તેણે પૂર્વ કેપ્ટન કૂલ કહેવાતા […]

Uncategorized

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ઘણા સમયથી રિલીઝની રાહ જોઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે, જેને સલમાનનાં ચાહકો દ્વારા પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તે ટીમ ઈન્ડિયાનાં કયા ખેલાડીને દબંગ માને છે, ત્યારે તેણે પૂર્વ કેપ્ટન કૂલ કહેવાતા મહેન્દ્રસિંહ ધોનીને દબંગ ગણાવ્યો હતો.

Image result for salman khan

સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ કેપ્ટન ધોનીને ‘દબંગ’ શૈલીનો ખેલાડી ગણાવ્યો હતો. આ સાથે જ સલમાને કેદાર જાધવની પ્રશંસા પણ કરી હતી. તેણે કહ્યું, ‘હું કેદાર જાધવને વ્યક્તિગત રૂપે ઓળખું છું, પરંતુ મારો પ્રિય ખેલાડી તો ધોની જ છે. સાચા અર્થમાં તે ‘દબંગ’ છે. સલમાન ખાન સાથે આવેલા કિચ્ચા સુદીપે કહ્યું હતું કે, ‘જે ખેલાડી જે દિવસે સારો દેખાવ કરે છે તે મારો પ્રિય છે.

Image result for salman khan and dhoni

અમે ખેલાડીઓને રૂબરૂ જોઈ શકીએ છીએ, ટીમમાં તેમની વ્યક્તિગત સિદ્ધિઓ અને સપોર્ટ માટે, કોઈપણ ખેલાડી અમારા પ્રિય હોઈ શકે છે. મારા ઓલ ટાઇમ ફેવરિટ અનિલ કુંબલે સર છે. મને રોહિત શર્માને પણ ગમાડુ છુ.

Related image

આપને જણાવી દઈએ કે, ફિલ્મ ‘દબંગ -3’ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. સલમાન ખાને ઇન્ટરવ્યૂમાં સાત વર્ષમાં દબંગ-3 બનાવવાનું કારણ પણ આપ્યું છે. તેણે કહ્યું કે ફિલ્મની નાયિકા તેની ડેબ્યૂ માટે યોગ્ય આહાર અને વર્કઆઉટની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. નોંધપાત્ર વાત એ છે કે મહેશ માંજરેકરની પુત્રી સાઈ માંજરેકર આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.