વડોદરાના કલ્યાણનગર આવાસ મુદ્દો વધુ વિકટ બન્યો છે. આવાસ મુદ્દે લાભાર્થી મહિલાઓએ ફરી એક વખત હોબાળો કર્યો હતો. મહિલાઓએ પોતાની માંગણીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને મળવાની માંગણી કરી હતી. પરંતુ ફરજ દરમિયાન હાજર પોલીસકર્મીએ અંદર જવાની મનાઈ કરતા મહિલાઓ રોષે ભરાઈ હતી.
મામલો એટલી હદે બિચક્યો હતો કે રોષે ભરાયેલી એક મહિલાએ મહિલા પોલીસકર્મીને માર માર્યો હતો. લાફામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ આપઘાત કરવા દોટ મુકી હતી. જોકે પોલીસ કાફલો મહિલાઓને રોકવા દોડ્યો હતો અને જાહેરમાર્ગ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાલ તો પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી લીધી છે.
નોંધનીય છેકે, આ મામલે મંગળવારના રોજ મહિલાઓ રણચંડી બની હતી અને ગુસ્સે ભરાયેલી મહિલાઓ ડેપ્યુટી કમિશનર પર બંગડીઓ ફેંકી હતી. તો એક મહિલાએ તો ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલાઓએ પોતાની માંગને લઈને તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના ભાગરૂપે મહિલાઓએ ફરી એક વખત તંત્ર સામે બાંય ચઢાવી હતી.
આપને જણાવી દઇએ કે, કલ્યાણ નગરની વિસ્થાપિત મહિલાઓ ઘણા સમયથી કલ્યાણ નગરમાં જ આવાસની માંગણી કરી રહી છે. ગત રોજ આ મહિલાઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધવલ પંડ્યા પર બંગડીઓ ફેંકી હતી તેમજ જાતે ગળે ફાસો ખાઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.આ મહિલાઓએ તંત્ર ને અલ્ટીમટમ આપ્યું હતું કે જો 24 કલાક માં તેમને આવાસ નહીં મળે તો તેઓ આત્મદાહ કરશે જેને પગલે આજ સવારથી જ પાલિકા ની કચેરીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યાર બાદ બપોર ના સુમારે મહિલાઓ આવી હતી અને મ્યુનિસિપલ કમિશનર ને મળવાની માંગણી કરી હતી પરંતુ હાજર પોલીસે અંદર જવાની મનાઈ કરતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ આપઘાત કરવા તળાવ તરફ દોટ મૂકી હતી.જેને પગલે પોલીસ કાફલો પણ તેમને રોકવા દોડ્યો હતો જેને લઈને જાહેર માર્ગ પર નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં રોષે ભરાયેલી મહિલા એ મહિલા પોલીસ કર્મી ને વાળ ખેંચી લાફા મારતા મહિલા પોલીસ અને લાભાર્થી મહિલા વચ્ચે સામસામે લાફબાજી થઈ હતી.પોલીસ પર હુમલા ને પગલે પોલીસ કર્મીઓ પણ રોષે ભરાયા હતાને પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
