સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનાર આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખી છે.ગુજરાત હાઇકોર્ટે ફાંસીની સજા પામેલા આરોપીની સજા ફગાવી દીધી છે.
ગત 14 ઓક્ટોબર, 2018 ના રોજ સુરતના લીંબાયત વિસ્તારમાં અનિલ યાદવ નામના યુવકે 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની પર બળાત્કાર કર્યો હતો.જ્યારે બાળકીએ છટકી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને તેના માથા પર થાંભલા અથવા લાકડાથી એટલી સખત માર પડી હતી કે બાળકીનું મગજનું હેમરેજ થયું હતું. આ પછી બાળકીનું ગાળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.
પોલીસે બિહારના અનિલ યાદવની ધરપકડ કરી હતી. તેની સામે પોક્સો એક્ટ અને હત્યાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
અનિલ યાદવ સામે કેસ ચાલી જતા તેને ટ્રાયલ કોર્ટે તેને દોષિત માની ફાંસીની સજા સંભળાવી હતી.જો કે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને અનિલે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ ફાંસીની સજાને મંજુર રાખી હતી.
બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ અને વિરોધ પ્રદર્શન કરતા નવરાત્રીનો તહેવાર ન ઉજવ્યા હતો. પૂજા પંડાલોમાં પણ લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
