ગુજરાતમાં 2002 માં થયેલા રમખાણો (ગોધરાની ઘટના) બાદ સમગ્ર ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં હિંસાની ઘટના ફાટી નીકળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો અનેક લોકોએ પોતાના સ્નેહી જન ગુમાવ્યા હતા. આ ઘટનાને પગેલ સમગ્ર દેશની સાથે સાથે નાના નાના શહેરો પણ હિંસાની ચપેટમાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પાટણ જીલ્લામાં પણ હિંસા ની ઘટના બની હતી, અને જેમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પાટણના 3 દરવાજા, ગોળશરીમાં આગ લગાવી પહોંચાડવા બાબતે જેતે સમયે ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને જાહેર સંપત્તિને નુકશાન કરવા બાબતે તેમની વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. જેમાં આ ઘટનાના ૧૮ વર્ષ બાદ આ નવ આરોપીઓને કોર્ટ દ્વારા દોષમુક્ત છોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઘટનાના ૧૮ વર્ષ બાદ ન્યાયમૂર્તિ નાણાવટી-મહેતા આયોગના અહેવાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાહત મળી છે. 11 ડિસેમ્બરે ૨૦૧૯ ગુજરાત વિધાનસભામાં આ અહેવાલ રજૂ કરાયો હતો. આમાં પીએમ મોદીને ક્લિનચીટ આપવામાં આવી હતી.
તો સાથે સાથે કમિશનના રિપોર્ટમાં પીએમ મોદી સાથે તત્કાલીન પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટને પણ રાહત આપવામાં આવી છે.
ગોધરાની ઘટના શું હતી? રમખાણોના મામલે પીએમ મોદી પર શું આરોપ હતો? નાણાવટી કમિશન એટલે શું? નાણાવટી કમિશનની સ્થાપના ક્યારે અને કયા હેતુથી કરવામાં આવી હતી? આ બધા પ્રશ્નોના જવાબ માટે આગળ વાંચો.
નાણાવટી કમિશન શું છે
લગભગ 18 વર્ષ પહેલાં, 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકો જીવતા સળગાવી મુકવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હંગામો થયો હતો. આ તોફાનોની તપાસ માટે 3 માર્ચ 2002 ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાણાવટી-મહેતા આયોગની રચના કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
