ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI એમ.એચ. યાદવ
SP રિંગ રોડ પર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
એક કલાક સુધી સોલા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી અને લેપટોપ તોડી નાખ્યું
પોલીસ ની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એમ.એચ. યાદવ અમદાવાદના SP રિંગ રોડ પર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. એક કલાક સુધી સોલા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી અને બાદ લેપટોપ તોડી નાખ્યું હતું. પોલીસે કામગીરીમાં રુકાવટ બદલ ગુનો નોધી પીઆઈની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર ભરતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈની યાદવ દારૂ ના નશામાં ધુત હાલતમાં ધરપકડ કરતા સોલા પીઆઈ જાડેજાને ધમકી પણ આપી હતી પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’તેવી ધમકી આપી હતી.
યાદવે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે.
પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં ગાળાગાળી કરી રહ્યો છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે.
પીઆઈ યાદવ હાલ રજા પર છે અને ગાંધીનગર સરગાસણ ખાતે સ્વાગત ફ્લેમિંગોમાં રહે છે. યાદવને મેડિકલ તપાસ માટે લઈ જતા ઉશ્કેરાઈ ગયા હતા અને ‘મારી ઉપર કેસ કેમ કર્યો’તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઈનવે સ્કવોડમાં ઉશ્કેરાઈ જઈ લેપટોપની તોડફોડ કરી હતી. આ દરમિયાન પીઆઈ સહિત સ્ટાફના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા.
સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે એમ એચ યાદવ ભૂતકાળમાં અમદાવાદના ગોમતીપુર પોલીસસ્ટેશનમાં D સ્ટાફ પીએસઆઇ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
