- ગાંધીનગરમાં હવે નહીં કરી શકાય આંદોલન
- મંજૂરી વગર કાર્યક્રમ થશે તો કરાશે કાર્યવાહી: DYSP
- ગાંધીનગર પોલીસનું આંદોલન મુદ્દે મોટું એકશન
- પોલીસ વિભાગે આંદોલન માટે નથી આપી મંજૂરી: DYSP
- મંજૂરી વગર આંદોલન થશે તો કરીશું કાર્યવાહી: DYSP
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિવિધ કર્મચારી મંડળ, સામાજિક સંસ્થાઓએ અને અન્ય મંડળોએ આંદોલન ચલાવી ગાંધીનગરને અખાડામાં ફેરવી નાખ્યું છે. સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. તો સચિવાલયની સુરક્ષામાં પણ મોટો વધારો કરવાની જરૂર પડી હતી.
જો કે હવે કોઈ પણ સરકારી કે બિન સરકારી સંસ્થા ગાંધીનગરમાં આંદોલન નહિ કરી શકે. ગાંધીનગર DYSP દ્વારા આ મુદ્દે એક મોટું એલાન કરવામાં આવ્યું છે. જો હવે થી કોઈ પણ સરકારી કે બિન સરકારી સંસ્થા ગાંધીનગર ખાતે મંજુરી વિના આંદોલન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે કોઈ પણ આંદોલન કે કાર્યક્રમ પહેલા પોલીસની મંજુરી ચોક્કસથી લેવી પડશે. હાલમાં ચાલી રહેલા આંદોલન માટે પોલીસ વિભાગ તરફથી કોઈ મંજુરી આપવામાં અવી નથી. મંજુરી વિના કરવામાં આવતા આંદોલન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
