Not Set/ 10 હજાર ઊંટોની ગોળી મારી હત્યા કરશે આ દેશ, કારણ જાણી ચોંકી જશો

ઓસ્ટ્રેલિયા અત્યારે આગમાં જીવી રહ્યુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર આ જ આગ દ્વારા ડઝનેક લોકોનાં મોત થઇ ચુક્યાં છે, ઉપરાંત લગભગ 50 કરોડ પ્રાણીઓ અને પક્ષીઓ પણ મરી ગયા છે. આખું વિશ્વ ઓસ્ટ્રેલિયાનાં પ્રાણીઓનાં ફોટો શેર કરીને પ્રાર્થના કરી રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે જ 10,000 ઊંટોની હત્યા કરવાનો આદેશ આપ્યો છે. […]

Top Stories World

ઓસ્ટ્રેલિયા અત્યારે આગમાં જીવી રહ્યુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર આ જ આગ દ્વારા ડઝનેક લોકોનાં મોત થઇ ચુક્યાં છે, ઉપરાંત લગભગ 50 કરોડ પ્રાણીઓ અને પક્ષીઓ પણ મરી ગયા છે. આખું વિશ્વ ઓસ્ટ્રેલિયાનાં પ્રાણીઓનાં ફોટો શેર કરીને પ્રાર્થના કરી રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે જ 10,000 ઊંટોની હત્યા કરવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક વ્યવસાયિક શૂટર્સ હેલિકોપ્ટર દ્વારા 10,000 થી વધુ જંગલી ઊંટને મારી નાખશે.

Related image

ડેઇલી મેઇલનાં અહેવાલ મુજબ, દક્ષિણ ઓસ્ટ્રેલિયાનાં લોકોએ ફરિયાદ કરી હતી કે જંગલની આગને કારણે જંગલી પ્રાણીઓ પાણી માટે તેમના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ આદિવાસી નેતાઓએ 10,000 ઊંટોને મારવાનું નક્કી કર્યું છે.

Related image

આ સાથે, નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઊંટો વર્ષમાં એક ટન કાર્બન ડાયોક્સાઇડની સમકક્ષ મિથેન ઉત્સર્જન કરે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર દેખાય છે.

Image result for australia kill camel

DEW મુજબ, આ ઊંટો જ્યાં પણ પાણીનો સ્રોત જુએ છે ત્યાં પહોંચે છે. પછી ભલે તે નળ હોય, પાણીની ટાંકી હોય કે તળાવ હોય. APY લેન્ડ્સનાં મેનેજર રિચર્ડ કિંગ્સે જણાવ્યું હતું કે આ ઊંટો અચાનક આપણા લોકો વચ્ચે આવી જાય છે. તેનાથી લોકો ગભરાઇ જાય છે. બાળકો અને મહિલાઓને ઈજા થવાનું જોખમ રહે છે. તેઓ આખા રણમાં નાના નાના ટુકડાઓમાં ફરતા રહે છે.

Image result for australia kill camel

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઊંટ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યા છે. સ્થાનિક વહીવટ દાવો કરે છે કે જંગલી ઊંટની વસ્તી દર નવ વર્ષે બમણી થાય છે. અહીં 2009 થી 2013 સુધીમાં 1.60 લાખ ઊંટો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.