Not Set/ દવાઓ જ જ્યાં દર્દ બને….ત્યારે કુદરત તરફ પણ નજર નાખતા શીખો…

આજકાલ ગુજરાતમાં પણ બર્ફીલી ઠંડી પડી રહી છે. દેશના અનેક હિસ્સામાં બરફ પડી રહ્યો છે. અને આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ કડકડતી ઠંડી પડશે. ત્યારે ઋતુઓમાં આવેલ આ બદલાવનું કારણ પણ આપણે અને આપણી આદતો જ છે. જો કે, ઋતુઓના બદલાવ સાથે શરીર તાલમેલ બેસાડી શકતું ના હોઈ કે બદલાયેલ ઋતુનો મિઝાઝ સહન […]

Health & Fitness Lifestyle

આજકાલ ગુજરાતમાં પણ બર્ફીલી ઠંડી પડી રહી છે. દેશના અનેક હિસ્સામાં બરફ પડી રહ્યો છે. અને આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ કડકડતી ઠંડી પડશે. ત્યારે ઋતુઓમાં આવેલ આ બદલાવનું કારણ પણ આપણે અને આપણી આદતો જ છે. જો કે, ઋતુઓના બદલાવ સાથે શરીર તાલમેલ બેસાડી શકતું ના હોઈ કે બદલાયેલ ઋતુનો મિઝાઝ સહન ના થાય ત્યારે રોગો શરીર પર જમાવટ કરવા લાગે છે. જેમાં આપણી આદતો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. વળી બદલાયેલ ઋતુ અને બદલાયેલ જીવનશૈલી ના કારણે લોકોને હવે તેવા રોગો થવા લાગ્યા છે કે જે નાઈલાજ છે, કેટલીય તેવી કુદરતી આપત્તિઓ છે કે જેની આગાહી થઇ શકતી નથી. સાયન્સે જેટલી પ્રગતી કરી તેટલા જ પડકારો તેની સામે વધ્યા છે. આજે પણ કેન્સર જેવી ખૌફનાક બીમારીનો ઈલાજ શોધી શકાયો નથી. ઠંડી જ્યાં પૂરી થવા આવશે કે સ્વાઈન ફ્લુ અને ફ્લુ જેવી બીમારીઓ પણ લોકોને તેમના શંક્જામાં લેશે .

વિશેષમાં માં હવે માનવીમાં પ્રાણીઓના રોગોએ દેખા દેવાનું ચાલુ કર્યું છે. જે ભયંકર સ્વરુપ લઇ જાનલેવા બની રહ્યા છે. સ્વૈન ફ્લુ પણ આવી જ બીમારી છે.આવી બીમારીઓ ને પુરાતન યુગની જેમ મહામારી બની લોકોમાં દહેશત ફેલાવે છે. ત્યારે આવામાં હાલ માં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, મોટાભાગના રોગોમાં જે વારંવાર વાપરવામાં આવે છે તે એન્ટીબાયોટીક દવાઓના વધારે પડતા સેવનથી શરીર પર તેની ભારે આડ અસર ઉભી થાય છે. અને આ અંગે ત્યાં સુધીના દાખલા આપવામાં આવ્યા છે કે, એન્ટીબાયોટીકના વધારે સેવનથી શરીર પર તેવી અસર થાય છે કે, લોકો ફક્ત ગળાના કાકડાથી પણ મરી જાય છે. મતલબ કે શરીરની ઈમ્મ્યુંનીટી જ ખત્મ થઇ જાય છે.

અન્યથા મોટાભાગે લોકો આ ઠંડી સિઝનમાં થતી ખાસ તો શરદી , ઉધરસ થાય કે કાકડા થાય કે તુરંત જ તેમાંથી ઝડપી રાહત મેળવવા એન્ટીબાયોટીકનો ડોઝ જાતે કે મેડીકલમાં થી કે પછી કોઈ જાણીતા ડોક્ટર પાસેથી લઇ લેતા હોય છે. ત્યારે તે પણ નોધવું રહ્યું કે, અગર આ કોર્સ જો પૂરો ના કરવામાં આવે તો તે વધુ ખતરનાક નીવડી શકે છે. અને તેની આડ અસરો પણ વધુ થઇ શકે છે.

તો સામે છેડે તે પણ એક હકીકત છે કે, જાનલેવા સંક્રમણ સામે લડવા માટે એન્ટીબાયોટીક આજે પણ એક કારગર હથિયાર છે. પરંતુ બિનજરૂરી અને ડોઝ પ્રમાણે ના લેવાથી તે ભારે માત્રામાં નુકસાન પહોચાડે છે.

અને તેની આડઅસરથી ભારતમાં જ દર વર્ષે લગભગ ૫૦ હાજર જેટલા બાળકોના જીવ જાય છે. આ દવા બિનજરૂરી અને વારંવાર લેવાને કારણે આ દવાની અસર ઘટતી જાય છે અને તે સુપર બગ માં પરિવર્તિત થઇ જાય છે. જેને લીધે રોગોના બેક્ટેરિયા એટલા મજબુત થઇ જાય છે કે, દર વરસે માનો કે માનો પરંતુ લગભગ ૭ લાખ જેટલા લોકોના જીવ જાય છે. અને એક ધારણા મુજબ આ આંકડો ૨૦૫૦ આવતા આવતા કરોડો સુધી પહોચી શકે છે. મતલબ કે જે દવા રોગ મટાડવા માટે બની હતી તે જ તેના આડેધડ ઉપયોગના લીધે માનવીને ક્ષીણ બનાવી રહી છે.

વિશેષમાં આ દવાઓ લેનારા જાણી લે કે, એન્ટીબાયોટીક દવાઓ વાસ્તવમાં બેક્ટેરિયાથી પેદા થતી બીમારીઓ સામે લડે છે. તે વાયરસ સામે કામ કરી શક્તી નથી તેમછતાં લોકો શરદી-ઉધરસ માં તે લે છે. જેના કારણે શરીર ની ઈમ્મ્યુંન સીસ્ટમ પર તેની અસર થાય છે. ત્યારે આ અંગે કેટલાક તથ્યો જાણી લેવા જરૂરી છે,

૧. આ દવાને દૂધ સાથે ન લઇ શકાય. પાણી સાથે જ લેવી જોઈએ.કેમ કે ડેરી પ્રોડક્ટ તેના પ્રભાવ ને ઓછી કરી નાખે છે.
૨. એન્ટીબાયોટીકનો કોર્સ કદાપી અધુરો ના છોડો , અધુરો છોડવાથી બીમારીના બેક્ટેરિયા તાકાતવાન થઇ જાય છે.
૩. જૂની પડી રહેલી એન્ટીબાયોટીક દવાઓ ના લેવી હિતાવહ છે. કેમ કે, જીવાણુંઓ એ તેમના વિરુદ્ધ પ્રતીક્ષમતા કેળવી લીધી હોય છે.
૪. બને તો કુદરતી એન્ટીબાયોટીક ચીજોનો વપરાશ કરતા રહો જેમ કે, મધ, હળદર, તુલસી , ગ્રીન ટી, તેજાના જેવી કુદરતી ચીજો..જેમ કે શરદી થતા આદુવાળી ચા કે ઉકાળો પણ એન્ટીબાયોટીકનું કામ કરે છે.

૫રંતુ સાવ નાના બાળકો માટે માતા નું દૂધ જ એન્ટીબાયોટીકનું કામ કરે છે.

ત્યારે કહેવાનો આશય છે કે, કુદરતની નજીક રહી કુદરતી ચીજોનો ભરપુર ઉપયોગ કરો. કુદરત તમને ક્યારે પણ નિરાશ નહિ કરે..

@પત્રકાર – કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.