Health News: જો તમને અનિદ્રા (Insomnia)ની સમસ્યા હોય તો તમે આહારમાં મેગ્નેશિયમ (Magnasium)નો સમાવેશ કરી શકો છો. મેગ્નેશિયમ મેલાટોનિન હોર્મોન (Melatonin Hormone)ને નિયંત્રિત કરે છે. આ સિવાય મેગ્નેશિયમ નર્વસ સિસ્ટમ (Nervous System)ને શાંત કરે છે, જેનાથી રાત્રે ઊંઘ સારી આવે છે. જો તમે અનિંદ્રાની સમસ્યાથી પીડાઓ છો, તો એવો ખોરાક લો જેનાથી તમારી ઊંઘની સમસ્યાને દૂર થાય.
લીલા પાંદડા (Green Leaves)વાળા શાકભાજીમાં સૌથી આરોગ્યપ્રદ અને શક્તિથી ભરપૂર પાલકને માનવામાં આવે છે. પાલકમાં ઘણા ખનીજો અને પોષકતત્વો આવેલા હોય છે. મેગ્નેશિયમ માટે તમે તમારા આહારમાં પાલકનો સમાવેશ કરી શકો છો.
કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે જે સ્નાયુઓને આરામ આપે છે. સ્નાયુઓને આરામ અપવાથી ગાઢ ઊંઘ આવે છે. તમે સાંજે નાસ્તામાં કેળાનું સેવન કરી શકો છો.
5 બદામ ખાવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઇ શકે છે. બદામનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે કારણ કે બદામમાં મેગ્નેશિયમ મળી આવે છે જેનાથી ઊંઘ ગાઢ આવે છે.
તમારા આહારમાં કેળાના બીજનો સમાવેશ કરો. કેળાના બીજમાં મેગ્નેશિયમનું ઉચ્ચ સ્તર હોય છે જે સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ થઈ શકે છે. સેરોટોનિન હોર્મોન ભૂખ, ઊંઘ, હાસ્ય અને મૂડમાં ફેરફાર માટે જવાબદાર છે.
દહીંમાં મેગ્નેશિયમ હોય છે જે તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. દહીંનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવે છે.
આ પણ વાંચો:અનિદ્રા, રિએક્શન અને ગર્લફ્રેન્ડનું મોત થતાં ઈન્જેક્શન અપાયું, ડોક્ટરને જેલ
આ પણ વાંચો:શરીરને તાજગી આપતું એનર્જી ડ્રીંક બની શકે છે અનિદ્રાનું કારણ, Researchમાં સામે આવ્યું તારણ
આ પણ વાંચો:ભારતીયો દિવસમાં માંડ 6 કલાક ઊંઘે છે, અનેક રોગોને આપી રહ્યાં છે આમંત્રણ