Not Set/ અમદાવાદ/ બાપુનગરમાં ફાયરિંગ કરી શખ્સોએ આઠ લાખ રૂપિયા રોકડા અને હીરાની લુંટને અંજામ આપ્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સનસનીખેજ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. અંધારાની આડમાં કેટલાક લુટારુ સખ્શો બાપુનગરના સરદાર પટેલ ડાયમંડ માર્કેટ પાસે આવ્યા અને આંગડિયા પેઢીના એક વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યો હતો.  આ વિસ્તારમાં આંગડીયા પેઢીની સંખ્યાબંધ ઓફિસો આવેલી છે. આ વાત લૂંટારૂઓ જાણતા હતા. પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી સામે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરી એક્ટિવા પર […]

Ahmedabad Gujarat
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સનસનીખેજ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. અંધારાની આડમાં કેટલાક લુટારુ સખ્શો બાપુનગરના સરદાર પટેલ ડાયમંડ માર્કેટ પાસે આવ્યા અને આંગડિયા પેઢીના એક વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યો હતો.  આ વિસ્તારમાં આંગડીયા પેઢીની સંખ્યાબંધ ઓફિસો આવેલી છે. આ વાત લૂંટારૂઓ જાણતા હતા.
પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી સામે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરી એક્ટિવા પર આવેલા બે યુવાનો હીરાના પેકેટ સહિત કુલ રૂ.8 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ લૂંટારુ ટોળકીને પકડવા સક્રિય થઈ ગઈ છે.
લૂંટ કરવા આવેલા શખ્સો કઈ દિશામાં ગયા તથા તેમની ઓળખ કરવા માટે પોલીસની ટીમે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ઘટનાને પગલે વધુ કોઈ માહિતી બહાર આવી નથી.  પરંતુ એક વાત તો ચોક્કસ છે કે બાપુનગર નો સરદાર ડાયમંડ માર્કેટ વિસ્તાર હંમેશા લૂંટારુંઓ ના પ્રાઈમ ટાર્ગેટમાં રહેશે.  અને એટલા માટે જ અવારનવાર લૂંટારૂઓ લાખોની લૂંટ ને બિન્દાસ અંજામ આપીને ફરાર થઈ જાય છે.  ગત સપ્તાહથી અત્યાર સુધીમાં ફાયરિંગ કરી લૂંટવાની આ બીજી ઘટના છે. અગાઉ રબારી કોલોની પાસે ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટી લેવાયો હતો.
https://www.youtube.com/watch?v=tlP42Ipx-yU

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.