Not Set/ કચ્છ/ શિકારપુરમાં પ્રેમ પ્રકરણમાં નવયુવાનની ઘાતકી હત્યા,  મૃતદેહને ગામના ચોકમાં નાખી હત્યારા….

આજે વહેલી પરોઢે ભચાઉ તાલુકાના શિકારપુર ગામે પ્રેમ પ્રકરણમાં અઢારેક વર્ષના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેંસી નાખ્યો છે.  મૃતક ક્રિપાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવકની ગામની જ એક યુવતી સાથેના પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બહેનના પ્રેમીને ભાઈએ ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ […]

Gujarat Others

આજે વહેલી પરોઢે ભચાઉ તાલુકાના શિકારપુર ગામે પ્રેમ પ્રકરણમાં અઢારેક વર્ષના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેંસી નાખ્યો છે.  મૃતક ક્રિપાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવકની ગામની જ એક યુવતી સાથેના પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બહેનના પ્રેમીને ભાઈએ ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.  આજે સવારે ગામના ચોકમાં યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળતાં ભારે ખળભળાટ મચી ગઈ હતી. બનાવની જાણ થતા સામખીયાલી પોલીસની ટિમ બનાવસ્થળે દોડી ગઈ હતી મૃતકના પીએમની કામગીરી આગળ વધારી હતી નાનકડા ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતે 18 વર્ષીય યુવકને રહેંસી દેતા સન્નાટો મચી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.