Not Set/ આણંદ / વિદ્યાનગરની જનતા ચોકડી પાસે જમીન મામલે પશુપાલક પર ગોળીબાર

આણંદ વિદ્યાનગરની જનતા ચોકડી પાસે જમીનની લેતી-દેતી મામલે આધેડવયના પશુપાલક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરાયો છે. પહેલા બે રાઉન્ડ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો જયારે બીજા બે રાઉન્ડ  ગોળીબાર આધેડવયના વ્યક્તિ પર કરાતા તેને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. વિદ્યાનગરની જનતા ચોકડી પાસે અર્થ આઇકોન બિલ્ડીંગ પાસે ઉભેલા […]

Gujarat Others

આણંદ વિદ્યાનગરની જનતા ચોકડી પાસે જમીનની લેતી-દેતી મામલે આધેડવયના પશુપાલક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરાયો છે. પહેલા બે રાઉન્ડ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો જયારે બીજા બે રાઉન્ડ  ગોળીબાર આધેડવયના વ્યક્તિ પર કરાતા તેને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

વિદ્યાનગરની જનતા ચોકડી પાસે અર્થ આઇકોન બિલ્ડીંગ પાસે ઉભેલા હરિભાઈ ભુરાભાઈ ભરવાડની નજીક ચાર શખ્સો મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ કારમાંથી ઉતરીને રિવોલ્વર બહાર કાઢીને બે રાઉન્ડ હવામા ફાયર કર્યા હતા. ત્યારબાદ તેમણે હરિભાઈ ઉપર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

જેમાં તેમને ઈજા પહોંચી હતી આ હુમલાખોરો નંબર પ્લેટ વગરની કાર લઈને ગણેશ ચોકડી તરફથી આવ્યા હતા. આ હુમલાખોરો સંદર્ભે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મેહુલ, ગોવિંદ, ભરત અને અન્ય એક શખ્સ હોવાનું જાણવા મળ્યું છે. વલેટવા ખાતેની જમીનના મુદ્દે બન્ને પક્ષો વચ્ચે ઝગડો ચાલતો હતો.

વાલેટવા ખાતે આવેલ આ જમીન રાજુ નામના બિલ્ડરની હોવાનું જાણવા મળ્યું છે. આ જમીનની લે-વેચના મુદ્દે થયેલી નાણાંકીય દેવળ દેવળ અંગે તકરાર ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ડીવાયએસપી બી.ડી. જાડેજા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જો કે ઈજાગ્રસ્તને કરમસદ મેડીકલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હુમલાખોરોને પકડવા માટે પોલીસે  ચક્રો ગતિમાન કર્યા છે, ઘટનાસ્થળે પોલીસ તપાસ હાથ ધરતા ચાર  ખાલી કારતુસો ના ખોખા કબજે કર્યા હતા. ઈજાગ્રસ્તનું ઓપરેશન પૂરું થયા બાદ પોલીસ નિવેદન લઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન