મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં નાગમપાલ રિમ્સ રોડ પર આઈઈડી બ્લાસ્ટ થયો હોવાનુ સામે આવ્યુ છે. સુત્રોનાં જણાવ્ચા મુજબ ગુરુવારે સવારે વેસ્ટ ઇમ્ફાલનાં નાગમપાલ રિમ્સ રોડ પર ઇમ્પ્રુવાઈઝ્ડ વિસ્ફોટક ઉપકરણથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી.
વિસ્ફોટની જાણ થતાં જ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. વિસ્ફોટમાં કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વિસ્ફોટ અંગેની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. બ્લાસ્ટ પાછળ કોણ છે તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.
Manipur: An improvised explosive device (IED) blast occurred at Nagamapal RIMS road in Imphal West, early morning today. More details awaited. pic.twitter.com/U8REDip3i4
— ANI (@ANI) January 23, 2020
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમણે સવારે એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો. પાછળથી જાણવા મળ્યું કે આઈઈડી વિસ્ફોટ થયો હતો. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસનાં આધારે કહી શકાય કે આઈઈડીમાંથી વિસ્ફોટ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
