Not Set/ વર્ષોથી બિનવારસી શવોનું અંતિમ સંસ્કાર કરનાર મો. શરીફને પદ્મશ્રીથી કરાયા સમ્માનિત

71 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રવિવારે પદ્મશ્રી માટે નામાંકિત અયોધ્યાનાં મોહમ્મદ શરીફનું સન્માન કરાયું હતું. પોલીસ લાઇનમાં પ્રભારી મંત્રી નીલકંઠ તિવારી અને જિલ્લા અધિકારી અનુજકુમાર જ્હા એ તેમને ત્રિરંગો ઓઢાવ્યો હતો. 80 વર્ષનાં શરીફે કહ્યું, ‘મોદી સરકારે મારી સેવાઓની પ્રશંસા કરીને મને આ સન્માન આપ્યું છે. આ સરકારે કોઈ ભેદભાવ વિના નિર્ણય કર્યો છે.’ શરીફ […]

Top Stories India

71 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રવિવારે પદ્મશ્રી માટે નામાંકિત અયોધ્યાનાં મોહમ્મદ શરીફનું સન્માન કરાયું હતું. પોલીસ લાઇનમાં પ્રભારી મંત્રી નીલકંઠ તિવારી અને જિલ્લા અધિકારી અનુજકુમાર જ્હા એ તેમને ત્રિરંગો ઓઢાવ્યો હતો. 80 વર્ષનાં શરીફે કહ્યું, ‘મોદી સરકારે મારી સેવાઓની પ્રશંસા કરીને મને આ સન્માન આપ્યું છે. આ સરકારે કોઈ ભેદભાવ વિના નિર્ણય કર્યો છે.’

શરીફ છેલ્લા 27 વર્ષથી બિનવારસી લાશનું અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. તેઓએ કોઈ પણ બિનવારસી મૃતદેહને ચાહે તે હિન્દુ કે મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તીની હોય તેને ફેંકવા દીધી નથી. તેમણે હિન્દુ બિનવારસી શવો હોય તો સરયૂ ઘાટ પર અંતિમ સંસ્કાર અને મુસ્લિમ બિનવારસી શવોને કબ્રસ્તાનમાં દફનાવવી ચુક્યા છે. શરીફે અત્યાર સુધીમાં લગભગ 3000 હિન્દુ અને 2500 મુસ્લિમ બિનવારસી મૃતદેહોનો અંતિમ સંસ્કાર કર્યો છે. પદ્મશ્રીનાં સમ્માન બદલ મોહમ્મદ શરીફે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદી જેવા આખા વિશ્વમાં કોઈ માનવી નથી, તે એક દેવદૂત જેવા છે જેમણે ગરીબો માટે વધુ કામ કર્યું છે.

જણાવી દઇએ કે, મોહમ્મદ શરીફનો એક પુત્ર તબીબી સેવા સાથે સંકળાયેલો હતો. લગભગ 27 વર્ષ પહેલાં, તે એકવાર સુલતાનપુર ગયો હતો, જ્યાં તેની હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી હતી. ઘણુ શોધ્યા પછી લાશ મળી શકી નહી. આ ઘટના બાદથી જ શરીફે બિનવારસી લાશની શોધ કરી તેમને અંતિમ સંસ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે 27 વર્ષથી આ કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.