પશ્ચિમ કચ્છ વનવિભાગે ભૂજમાંથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા 11 શખ્સોને 15 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં પોલીસે ગેરકાયદેસર કોલસા હેરાફેરી પર દરોડા પાડી ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવા પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે.
ચાર દિવસ પૂર્વે આડેસર સમીપેથી વનવિભાગે કોલસા ભરેલી ટ્રક પકડી હતી. દરમિયાન વનવિભાગે ગુપ્ત ઓપરેશન કરી ભુજમાંથી બાતમીના આધારે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી કરતા 6 વાહનો સાથે 11 શખ્સોને પકડી પાડયા છે. 10 વાહનો ગેરકાયદે લાકડા ભરીને પસાર થતા હોવાની બાતમીના આધારે વનવિભાગ દ્વારા જુદી જુદી 2 ટિમો બનાવી વોચ રાખવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર બાવળના લાકડા ભરેલા 6 વાહનો પસાર થતા ચેકીંગ કરાયું હતું.
જેમાં લાકડાના કોઈ આધાર પુરાવા ના હોતા વન વિભાગ દ્વારા માલ કબ્જે લઈ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.જેમાં 4 બોલેરો,2 ટ્રક સાથે 11 ડ્રાઇવર,કેરિયરની ધરપકડ કરાઈ છે. વનવિભાગને જોઈ આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા. છતાં તેઓને પકડી પડાયા હતા પ્રાથમિક પૂછતાછમાં આ બાવળના લાકડા બન્ની વિસ્તારના જુદા જુદા ગામોમાંથી ગેરકાયદેસર કાપી એકઠા કરેલા હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે 15 લાખ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.તમામ આરોપીઓને વનવિભાગ દ્વારા રિકન્ટ્રકસન કરાવવામાં આવશે લાકડા ક્યાંથી મેળવવામાં આવ્યા કયા મોકલવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
