Not Set/ #કોરોનાવાયરસ/ છાણ અને ગૌમુત્રથી ઠીક થઇ શકે છે આ વાયરસ : હિન્દુ મહાસભા પ્રમુખ

ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસ ‘કોરોના’ દ્વારા ચીનમાં અત્યાર સુધીમાં લગભગ 250 લોકો માર્યા ગયા છે અને 9 હજારથી વધુ લોકો પીડાઇ રહ્યા છે. વિજ્ઞાનીઓ હજી પણ ‘કોરોના વાયરસ’ નો ચોક્કસ ઉપાય શોધવા માટે સંશોધન કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે ભારતનાં હિન્દુ મહાસભાનાં પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજે વાયરસનો તોડ શોધી નાખવાનો દાવો કર્યો છે. સ્વામી […]

Top Stories India

ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસ ‘કોરોના’ દ્વારા ચીનમાં અત્યાર સુધીમાં લગભગ 250 લોકો માર્યા ગયા છે અને 9 હજારથી વધુ લોકો પીડાઇ રહ્યા છે. વિજ્ઞાનીઓ હજી પણ ‘કોરોના વાયરસ’ નો ચોક્કસ ઉપાય શોધવા માટે સંશોધન કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે ભારતનાં હિન્દુ મહાસભાનાં પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજે વાયરસનો તોડ શોધી નાખવાનો દાવો કર્યો છે. સ્વામી ચક્રપાણી મુજબ ગૌમુત્ર અને છાણથી કોરોનાવાયરસને ઠીક કરી શકાય છે.

હિન્દુ મહાસભાનાં પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજનું આ વિચિત્ર નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાંથી કોરોના વાયરસને દૂર કરવા માટે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવશે. સ્વામી ચક્રપાણી મહારાજે દાવો કર્યો હતો કે, જો કોરોના વાયરસથી પીડિત દર્દી તેમના શરીર પર છાણ લગાવે અને ‘ઓમ નમ: શિવાય’ નો જાપ કરે તો તે તેમનો જીવ બચાવી શકે છે.

ચીનમાં રોગચાળાનું સ્વરૂપ ધારણ કરનાર કોરોના વાયરસથી ચીનમાં રહેતા ભારતીય નાગરિકોને બચાવવા સરકારે ફરી એકવાર એરલિફ્ટ ઓપરેશન ચલાવ્યું છે. મધ્ય ચીનનાં વુહાનથી ભારતીયોને બહાર કાઠવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં 324 ભારતીય મુસાફરોની પ્રથમ બેચ આવી ગઇ છે. એર ઇન્ડિયાનાં વિમાનમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને એર ઇન્ડિયાનાં પેરા-મેડિકલનાં પાંચ ડોકટરોની ટીમ હતી.

કોરોના વાયરસ સામે લડતા ચીનમાં રહેતા પાકિસ્તાનનાં વિદ્યાર્થીઓએ તેમની સરકારને બહાર કાઠવાની અપીલ કરી છે. લગભગ 15 વિદ્યાર્થીઓનાં જૂથે આ વીડિયો રજૂ કર્યો અને તેમની સરકારને વિનંતી કરી કે તેઓને પાકિસ્તાન પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, અન્ય દેશોનાં વિદ્યાર્થીઓને તેમની સરકારો તેમના દેશમાં બોલાવી ચુકી છે, પરંતુ અમારી સરકાર ગંભીર દેખાઈ રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.