એક મહિનાની રાજકીય ગરમા-ગરમી બાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે, એવું માનવામાં આવે છે કે 9 વાગ્યા સુધીમાં દિલ્હીનો પહેલો ટ્રેન્ડ આવી શકે છે. ચૂંટણી પંચે મતગણતરીને લઈને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચે દિલ્હીમાં 21 સેન્ટર બનાવ્યા છે, જ્યાં મતોની ગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.
દિલ્હીમાં કોની સરકાર બનવા જઇ રહી છે તેનું પરિણામ આજે જાહેર થઇ જશે. શરૂઆતી વલણોમાં જ્યા આમ આદમી પાર્ટીને વધુ બેઠકો મળી રહી હોવાનું સામે આવી રહ્યુ છે તો બીજી તરફ ભાજપ પણ તેને ટક્કર આપી રહ્યુ છે. જો કે કોંગ્રેસની હાલત ખરાબ દેખાઇ રહી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસને એક કે બે બેઠક મુશ્કિલથી મળી શકે તેમ છે. જો કે બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થતી જશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
