દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે દેખાઈ રહ્યો છે. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી અને આપ નાં નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, અમને વિજયની સંપૂર્ણ ખાતરી છે. અમે છેલ્લા 5 વર્ષથી કામ કર્યું છે. સિસોદિયાએ તેના ઘરે વિજય માટે પ્રાર્થના પણ કરી હતી.

સિસોદિયાએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક મંત્ર પણ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે, ‘ ॐ અસતો મા સદગમય’. તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમોમૃતમ્ ગમય। હે ભગવાન! અમને અસત્યથી સત્ય તરફ લઈ જાઓ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યુથી અમરતાનાં ભાવ તરફ લઈ જાઓ.’
Delhi Deputy Chief Minister Manish Sisodia: We are confident of a win today because we have worked for people in the last 5 years. https://t.co/kBIW1zRSjH pic.twitter.com/eUuiVKSsk5
— ANI (@ANI) February 11, 2020
ઉલ્લેખનીય છે કે, 2015 ની વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 વિધાનસભા બેઠકો જીતી હતી. ભાજપે ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. પરંતુ આ વખતે જ્યાં આમ આદમી પાર્ટી કહે છે કે તે ફરી એકવાર જીતશે. આ સાથે જ ભાજપ પણ દાવો કરી રહ્યુ છે કે આ વખતે તેને દિલ્હીની સત્તા સંભાળવાનો લાવો મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
