ગુજરાતમાં ફરી એકવાર અનામતનું ભૂત જાગ્યું છે. જયારે પણ ગુજરાતમાં અનામતની આગ સળગી છે,કોઇક નો ભોગ લઈને જ તે શાંત થઇ છે. પછી કોઈની રાજકીય કારકિર્દી હોય કે સામાન્ય પ્રજાજનનો જીવ હોય….
સરકારે હંમેશાથી પોતાની વોટબેંક તરીકે જાહેર જનતાનો ઉપયોગ કર્યો છે. લોકોના સામુહિક ઉત્થાનો પ્રયાસ જ નથી કર્યો. બસ વોટ બેંક માટે ક્યારેક અનામત તો કયારેક અન્ય મુદ્દાને લઈને લોકોને ભોળવ્યા છે.
પરંતુ આજે પરિસ્થિતિ એવી આવી ને ઉભી છે કે, અનામતને નામે અનામતઅને બિન અનામત વર્ગ હવે અમને સામને આવી ગયો છે. સરકાર માટે પણ પરિસ્થિતિ વિકટ બની છે… વજન કાંટાના બેય પડલા માં એક એક પગ રાખીને માછલીની આંખમાં નિશાન તાકવા જેવી પરિસ્થિતિ આવી ને ઉભી છે, કોને ન્યાય કરવો અને કોને અન્યાય …
ઉલ્લેખનીય છે કે, જયારે પણ ગુજરાતમાં અનામતનું ભૂત જાગ્યું છે ત્યારે કોઈ ને કોઈ ને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.
વાત કરીએ ૨૦૧૫ની તો અનામતને નામે પ્રખ્યાત થયેલા અને લાઈમ લાઈટ માં આવેલા હાર્દિક પટેલની તો હાલમાં છેલ્લા કેટલાય સમયથી ગુમનામીની દુનિયામાં ખોવાઈ ગયા છે. તો બીજી બાજુ તેમને ૨૦૧૫માં ચાલુ કરેલા અનામત આંદોલનણે કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
વધુ થોડા પાછળ જઈએ તો ૧૯૭૪ માં શરુ કરાયેલા નાનામ્ત આંદોલને પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, આંદોલનના દબાણને કારણે પણ જે તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે રાજીનામું આપ્યું હતું. અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
અનામતને નામે બનાવેલી સરકાર હમેશા કાંટાળો તાજ સાબિત થઇ છે. હવે જોવાનું એ રહ્યું કે હાલની પરિસ્થિતિમાં આ અનામતનું ભૂત સત્તા છીનવે છે કે પછી સરકાર કોઈ વચ્ચે નો માર્ગ કાઢી શકશે…?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
