મધ્યપ્રદેશમાં કોંગ્રેસની અંદર ઝઘડો હવે ખુલીને સામે આવી રહ્યો છે. કોંગ્રેસનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા રસ્તા પર ઉતરવાની વાત કરી હતી. ટીકમગઢ જિલ્લાનાં કુડીલા ગામ ખાતે એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, જો મધ્યપ્રદેશ સરકાર ઘોષણાપત્રમાં આપેલા વચનોને પૂર્ણ નહીં કરે તો તે રસ્તા પર ઉતરશે. વળી, હવે રાજ્યનાં મુખ્યમંત્રી કમલનાથે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
જ્યારે પત્રકારોએ સીએમ કમલનાથને માર્ગ પર જ્યોતિરાદિત્ય સિંધિયાનાં નિવેદનને ટાંકીને પૂછપરછ કરી ત્યારે કમલનાથે કહ્યું કે, તો ઉતરી જાઓ. આ અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈ વચન આપે છે અને તેને પૂર્ણ ન કરે તે અસંભવ છે. જો કોંગ્રેસે કંઈક વચન આપ્યું છે, તો તે પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિંધિયાએ કહ્યું હતું કે ‘તે દરમિયાન પણ મેં તમારો અવાજ ઉઠાવ્યો હતો અને આજે પણ હું તમને ખાતરી આપવા માંગું છું કે જો મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર ઘોષણાપત્રમાં જણાવેલી બાબતોને પૂર્ણ નહીં કરે તો જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તમારી સાથે રસ્તા પર ઉતરશે.’
#WATCH Madhya Pradesh Chief Minister Kamal Nath on being asked about Congress leader Jyotiraditya Scindia's statement of taking to streets over not fulfilling the state government's promise of waiving off farmers loan in the state: Toh utar jayein. pic.twitter.com/zg329BJSw0
— ANI (@ANI) February 15, 2020
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, ‘સરકાર હમણાં જ રચાઈ છે, ધીરજ રાખવાની જરૂર છે. અમારો વારો પણ આવશે અને જો નહીં આવીએ તો ચિંતા કરશો નહીં, હું તમારી ઢાલ બનીશ અને હું તમારી તલવાર પણ બનીશ. આ પહેલા પણ જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સિંધિયાએ કહ્યું હતું કે દિલ્હી ચૂંટણીનું પરિણામ આપણા માટે ખૂબ નિરાશાજનક છે. અમારા પક્ષને નવી વિચારધારા અને નવી કાર્યશૈલીની સખત જરૂર છે. દેશ બદલાઈ ગયો છે, તેથી આપણે પણ નવી રસ્તા અને વિકલ્પો પર વિચારણા કરવાની જરૂર છે જેથી આપણે દેશનાં લોકો સાથે સંપર્ક સાધી શકીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
