Not Set/ અમદાવાદ મધ્યસ્થ જેલમાં કોરોનાનો પગ પેસારો, બે કેદીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ ઓરોના વાઈરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ્ખતે આવેલી મધ્યસ્થ જેલના બે કેડી કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. જેને લઈને જેલ તંત્ર ની ઊંઘ હરામ થઇ ચુકી છે. તંત્રની લાખ કોશિશ છતાંય જેલની દીવાલ કુદીને કોરોને એ જેલમાં ઘૂસ પેઠ કરી ચુક્યું છે. […]

Ahmedabad Gujarat

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ ઓરોના વાઈરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ્ખતે આવેલી મધ્યસ્થ જેલના બે કેડી કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. જેને લઈને જેલ તંત્ર ની ઊંઘ હરામ થઇ ચુકી છે. તંત્રની લાખ કોશિશ છતાંય જેલની દીવાલ કુદીને કોરોને એ જેલમાં ઘૂસ પેઠ કરી ચુક્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈસનપુર થી બળાત્કારના કેસમાં પકડાયેલ શુભાનખાન નામના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અન્ય એક કાલુ ઉર્ફે હરિસિંગ રાઠોડ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેલમાંથી પેરોલ પર ગયા બાદ મુદત પુરી થતા હરીસીંગ હાજર થયો હતો.

જેલ કસ્ટડી લેતા પહેલા નિયમ પ્રમાણે બન્ને આરોપીઓના ટેસ્ટ કરાયા હતા.  ટેસ્ટના પરિણામ આવવામાં 72 કલાક થતા હોવાથી બંનેને જેલમા આઇસોલેટ કરાય હતા. બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.