Not Set/ #પોરબંદર/ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે પાસાનું શસ્ત્ર ઉગામતું તંત્ર, જાણો કેમ થયુ આવું…

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનાં મિત્રાડા ગામના મહેર આગેવાન અને પોરબંદર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ બચુ ભીખા સામે પોરબંદર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાનાં ગુના હેઠળ નડિયાદ જેલ હવાલે કરવા વોરન્ટ બજાવવામાં આવેલ છે. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ લોકડાઉન અમલી છે અને તંત્ર આખું લોકડાઉનનાં ચુસ્ત અમલમાં વ્યસ્ત છે, ત્યારે ઘણી સામાજીક સંસ્થાઓ અને રાજકીય સંસ્થાઓ પણ […]

Gujarat Others

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનાં મિત્રાડા ગામના મહેર આગેવાન અને પોરબંદર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ બચુ ભીખા સામે પોરબંદર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાનાં ગુના હેઠળ નડિયાદ જેલ હવાલે કરવા વોરન્ટ બજાવવામાં આવેલ છે. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ લોકડાઉન અમલી છે અને તંત્ર આખું લોકડાઉનનાં ચુસ્ત અમલમાં વ્યસ્ત છે, ત્યારે ઘણી સામાજીક સંસ્થાઓ અને રાજકીય સંસ્થાઓ પણ સરકારનાં આ કાર્યની સરાહના સાથે લોકડાઉનનાં કડક અમલ માટે પ્રતિબંધિત છે, જો કે, તમામ બાબતે અપવાદ હોય જ છે અને તેવી જ રીતે જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પણ લોકડાઉનમાં સરકારની સાથે ઉભા રહેવાની નેમ હોવા છતા, પોરબંદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્રારા લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરી સરકારી અધિકારીઓની ફરજમાં રુકાવટ બનવા જેવી ગંભીર ફરિયાદ બચુ ભીખા સામે નોંધવામાં આવી હતી. આ દાખલ થયેલી ફરિયાદનાં આધારે ગુન્હાનો નોંધી, બચુ ભીખાની પાસા તળે અટકાયત કરેલ છે, જોકે બચુ ભીખાની તબિયત લથડતા હાલ તેઓ પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન