કરોના વાઇરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૫૫૦૦થિ વધુ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા મહીસાગર જીલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે એક વૃદ્ધ નું કોરોના થી મોત થયું છે. તો સાથે વધુ ચાર નવા કેસ નોધાયા છે.
પ્રપાત વિગતો અનુસાર મહીસાગર જીલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જે સાથે જીલ્લામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. વિરપુર તેમજ લુણાવાડા 2-2 કેસ પોઝિટિવ આવ્યા છે. લોકલ સંક્રમણ ના કારણે કોરોના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના 40 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સંપર્ક માં આવેલ લોકો ને હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
