Not Set/ એસિડ એટેક પર ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીએ બનાવ્યો વિડીયો, એક્શન લેશે  NCW

ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી મુશ્કેલીમાં પડી ગયો છે. તેની એક વીડિયોને કારણે ટ્વિટર પર તેના પર લોકો ગુસ્સો કરી રહ્યા છે. તાજેતરમાં જ ફૈઝલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે છોકરીઓ પર એસિડ એટેકનું મહિમામંડન  જોવા મળી રહ્યો છે. હવે ટ્વિટર પર હંગામો થયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) તેના પર કાર્યવાહી કરવા જઈ […]

Uncategorized

ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી મુશ્કેલીમાં પડી ગયો છે. તેની એક વીડિયોને કારણે ટ્વિટર પર તેના પર લોકો ગુસ્સો કરી રહ્યા છે. તાજેતરમાં જ ફૈઝલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે છોકરીઓ પર એસિડ એટેકનું મહિમામંડન  જોવા મળી રહ્યો છે. હવે ટ્વિટર પર હંગામો થયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) તેના પર કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

એસિડ એટેકને પ્રમોટ કરે છે વિડીયો?

વિડિયોમાં ફૈઝલ એવા યુવકની એક્ટિંગ કરતો દેખાય છે જેની પ્રેમિકા તેને છોડીને જતી રહી છે. એ પછી તે યુવતીના ચહેરા પર પ્રવાહી ફેંકે છે અને આ યુવતીનો ચહેરો ખરાબ થતો દેખાડાય છે.

NCW લેશે એક્શન?

ટ્વિટર પર, યુઝર્સ આ વીડિયોની નિંદા કરી રહ્યા છે, ત્યારબાદ ભાજપના નેતા તાજિંદર પાલ સિંહ બગ્ગાએ એનસીડબ્લ્યુ અધ્યક્ષ રેખા શર્માને ટેગ કર્યા અને આ મામલાને હાઈલાઈટ કર્યા. આ પછી રેખા શર્માએ તેને જવાબ આપ્યો કે તે આ મામલો પોલીસ અને ટિકટોક ઇન્ડિયામાં લઈ જશે.

આપને જણાવી દઈએ કે ફૈઝલ સિદ્દીકી ટિક ટોકનો લોકપ્રિય સ્ટાર છે અને તેના 13.4 મિલિયન ફોલોઅર્સ છે. ફૈઝલ ​​સિદ્દીકી ટીમ નવાબના સભ્ય અને ટિકટોકર આમિર સિદ્દીકીના ભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.