Not Set/ લોકડાઉન-4/ દાહોદ જિલ્લામાં નોંધાયા વધુ 4 નવા કોરોના પોઝિટિવ

દાહોદમાં  લોકડાઉન 4 ના પેહલા દિવસે વધુ નવા 4 કેસ પોઝિટિવ આવ્યા છે.દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જુના કોર્ટ રોડ વિસ્તારની પાછળના વિસ્તારમાં જ 3 કેસ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. આવશ્યક વસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 સુધીજ ખુલ્લી રહશે આપને જણાવી દઈએ કે જે 4 રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે તે ચારેય મહિલાઓ  છે. […]

Gujarat Others

દાહોદમાં  લોકડાઉન 4 ના પેહલા દિવસે વધુ નવા 4 કેસ પોઝિટિવ આવ્યા છે.દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જુના કોર્ટ રોડ વિસ્તારની પાછળના વિસ્તારમાં જ 3 કેસ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. આવશ્યક વસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 સુધીજ ખુલ્લી રહશે

આપને જણાવી દઈએ કે જે 4 રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે તે ચારેય મહિલાઓ  છે. આ ચારમાંથી ત્રણ મહિલાઓ દાહોદ થી અમદાવાદ ગયા અને અમદાવાદ થી દાહોદ આવી તંત્રને જાણ ન કરતા તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ વિસ્તારમાંથી ના તો કોઈ અંદર જઇ શકે ના કોઈ  બહાર આવી શકશે. આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા અંદરજ પુરી પાડવામાં આવશે.

આ વિસ્તારને અડીને આવેલા વિસ્તારો જેવાકે દોલતગંજ બજાર, ગૌશાળા, કોર્ટ રોડ અને નાના ઘાંચીવાડને બાફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યાં આવશ્યક વસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 સુધીજ ખુલ્લી રહશે. આમ દાહોદમાં વધુ ચાર કેસ શહેર વિસ્તારમાં આવતા અને આ તમામ કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા હોઈ દાહોદ જિલ્લાની બોર્ડર ઉપરથી એન્ટ્રી બંધ કરવામાં આવી છે. અને જે આવે છે તેને સીધા સરકારી કોરાંટાઇન હોમ ખાતે લાઇ જવામાં આવે છે.

દાહોદમાં દુકાનોમાં ઓડ ઇવન મુજબ અમુક વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવતા વેપારીઓમાં આંશિક ખુશી જોવા મળી હતી પણ ઓળ ઇવન કઇ રીતે નક્કી થશે તેનો ખુલાસો બરોબર ન મળતા વેપારીઓ મુંજવણમાં મુકાયા હતા અને તંત્ર પાસેથી સત્તાવાર ખુલાસની રાહ જોઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.