Not Set/ હીરા બજાર થઇ શરુ પરંતુ સુરત ડાઇમંડ ઓસો.નાં પ્રમુખ ચડ્યા કોરોનાની ઝપેટમાં

લોકડાઉન – 5.0 અને અનલોક – 1.0ની અમલાવરી સાથે જ સુરત અને ખાસ કરીને હીરા બજારો ધમકતી થઇ ગઇ છે, વાત ખુશીની છે કારણે કે પાછલા 68 દિવસથી બંધ ધંધો રોજગાર ખુલ્યા છે. પરંતુ આ સારા સમાચાર વચ્ચે સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને કોરોનાએ વધુ એક ઝટકો આપ્યો છે. જી હા, સુરતનાં ડાયમન્ડ ઉદ્યોગપતિ કોરોનાની ઝપેટમાં આવી […]

Gujarat Surat

લોકડાઉન – 5.0 અને અનલોક – 1.0ની અમલાવરી સાથે જ સુરત અને ખાસ કરીને હીરા બજારો ધમકતી થઇ ગઇ છે, વાત ખુશીની છે કારણે કે પાછલા 68 દિવસથી બંધ ધંધો રોજગાર ખુલ્યા છે. પરંતુ આ સારા સમાચાર વચ્ચે સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને કોરોનાએ વધુ એક ઝટકો આપ્યો છે. જી હા, સુરતનાં ડાયમન્ડ ઉદ્યોગપતિ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સામેે આવી રહ્યું છે. 

સુરત ડાયમન્ડ એસો.ના પ્રમુખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત ડાયમન્ડ એસો.ના પ્રમુખ બાબુભાઇ કથેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર સુરત હીરા બજારમાં સોંપો પડી ગયો હોય તવી સનસની જોવામાં આવી રહી છે. બાબુભાઇને નિમોનિયા થતા હોસ્પિટલ થયા હતા. દાખલ હોવાનાં કારણે રિપોર્ટ કઢાવતા રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. બાબુભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….