Not Set/ સુરત/ પેપર મિલમાં બ્લાસ્ટ,  ચાર કર્મચારીઓની હાલત ગંભીર

ગુજરાતમાં એક બાજુ કોરોના એ કહેર મચાવ્યો છે. એકબાજુ લોકો કોરોના થી ત્રાહીમામ છે. ત્યારે અનલોક 1.0 માં વેપાર ધંધા પણ ધમધમતા થયા છે. ત્યારે રાજ્યમાં અકસ્માત અને દુર્ઘટનાનું પ્રમાણ પણ શરુ થઇ ચુક્યું છે. સુરતના બરધોબન ગામ નજીક આવેલી રામા પેપર મિલના બોઇલરમાં બ્લાસ્ટ થતા ચાર કર્મચારીઓને ગંભીર ઇજા થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ […]

Gujarat Surat

ગુજરાતમાં એક બાજુ કોરોના એ કહેર મચાવ્યો છે. એકબાજુ લોકો કોરોના થી ત્રાહીમામ છે. ત્યારે અનલોક 1.0 માં વેપાર ધંધા પણ ધમધમતા થયા છે. ત્યારે રાજ્યમાં અકસ્માત અને દુર્ઘટનાનું પ્રમાણ પણ શરુ થઇ ચુક્યું છે.

સુરતના બરધોબન ગામ નજીક આવેલી રામા પેપર મિલના બોઇલરમાં બ્લાસ્ટ થતા ચાર કર્મચારીઓને ગંભીર ઇજા થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવેલ છે. 2000 જેટલા કર્મચારીઓ ધરાવતી પેપર મિલમાં મેડિકલ સુવિધાઓનો અભાવ હોવાથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

પેપર મીલનું પોતાનું ફાયર ફાયટર પણ ખોટવાયેલું હોવાનું જાણવા મળેલ છે. હાલ અકસ્માત છુપાવવા સંચાલકો દ્રારા તમામ ચારેય ઇજા ગ્રસ્ત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.