Not Set/ સૌરાષ્ટ્ર/ વીજળી ગુલની અધધધ ફરિયાદ વચ્ચે રાજકોટમાં મસમોટા બીલો ફટકારતા પ્રજામાં પ્રચંડ રોષ

એક તરફ સૌરાષ્ટ્રમાં ખરાબ હવામાનના કારણે ભારે પવન સાથેનાં વરસાદે વીજળી ગુલ થવાની અનેક ફરિયાદોને જન્મ આપ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા નવા જ  વિવાદને જન્મ આપ્યો છે.  જી હા, ગઈકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વીજપોલ ધરાસાઇ થવાના કારણે વીજળી ગુલ થઇ જવાની ફરિયાદોથી વીજ કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામેલ […]

Gujarat Rajkot

એક તરફ સૌરાષ્ટ્રમાં ખરાબ હવામાનના કારણે ભારે પવન સાથેનાં વરસાદે વીજળી ગુલ થવાની અનેક ફરિયાદોને જન્મ આપ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા નવા જ  વિવાદને જન્મ આપ્યો છે.  જી હા, ગઈકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વીજપોલ ધરાસાઇ થવાના કારણે વીજળી ગુલ થઇ જવાની ફરિયાદોથી વીજ કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામેલ હતી. તો આજે રાજકોટમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા પ્રજામાં પ્રચંડ રોષ સાથે ભાગા દોડી મચી જવા પામી હોવાનું સામે આવી રહ્યું છે. 

ગઇકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં 161 જેટલા વીજ ટ્રાન્સફોર્મર બળી જવા અને 1516 વીજપોલ ધરાસાઇ થવાથી વીજ કચેરીમાં 934 જેટલી વીજ ફરિયાદોનો ઢગલો થયો હતો. વીજળી ગુલ થવાના કારણે વીજ કંપનીનાં કર્મચારીઓમાં દોડાદોડી થવા પામેલ હતી.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

આજે તંત્ર દ્વારા દોડધામ સરભર કરવા માટે કામ કરવામાં આવ્યું હોય તેવી રીતે રાજકોટમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા પ્રજામાં પ્રચંડ રોષ જોવામાં આવી રહ્યો છે. રાજકોટમાં વીજ તંત્રના મીટરરીડરોએ મોટા ભગા વાળતા હજારો લોકોને રેગ્યુલર બીલને બદલે બેથી ત્રણ ગણા બીલ આવતા લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળેલો હોવાનું સામે આવી રહ્યું છે. દરેક ગ્રાહક દ્વારા જીઇબીના સબ ડીવીઝન કચેરીમાં ભારે માથાકુટ કરવામાં આવી રહી હોવાનાં દ્રશ્યો જોવામાં આવ્યા હતા.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

રાજકોટ ચીફ ઇજનેરો અને રાજકોટ સર્કલના ઇજનેરને ફરિયાદો કરવા લોકો લાંબી લાઇનોમાં જોવામાં આવ્યા હતા. કોરોના કાળની કળ નથી વળી ત્યારે 5 હજારથી માંડી 15 હજાર સુધીના બીલો આપી દેવાયા હોય કોઇપણ ગ્રાહક બીલ ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે. 100 યુનિટ સુધીના બીલો માફ કરી દેવાની જાહેરાત બાદ આટલા મોટા બીલોથી ગ્રાહકોમાં ભૂકંપ સર્જાયાની સ્થિતિ જોવામાં આવી રહી છે. કાલે દરેક સબ ડીવીઝન ખાતે ગ્રાહકોની ફરિયાદો અંગે લાઇનો લાગવાની શકયતા જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews