કેશાેદ તાલુકાનાં સાેંદરડા બાયપાસ ચાેકડી નજીક ખેતરમાં મળી ફરી એક યુલગની એટલે કે યુવક-યુવતીનાં મૃતદેહ મળી આવ્યા છે. યુગલની લાશ મળવાના વાત સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઇ જાત અરેરાટી ફેલાઇ જવા પામી છે. પાેલીસ દ્વારા પ્રાથમીક દ્રષ્ટિએ બંન્ને પ્રેમીપંખીડા હાેવાનું માલુમ પડયાને પુષ્ટી આપવામાં આવતા ફરી કેશોદમાં ઓનર કિલીંગની ઘટનાને ઘાટ આપવામાં આવ્યો કે શું ? તેવી ચર્ચા જોવામાં આવી રહી છે.
મરણજનાર યુવક અને યુવતી ની ઉમર 30 ની આજુબાજુ હાેવાનું જાણવા મળ્યું છે. આ બંન્ને સાેમનાથ જીલ્લાના ભાલપરા ગામના હાેવાનું પણ જાણવા મળ્યું છે. પાેલીસે ઘટના સ્થળે પહોંચી યુવક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે અને આ હત્યા – આત્મહત્યા કે ઓનર કિલીંગ તે સંદર્ભે વધુ તપાસ હાથ ઘરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કેશોદ શહેરનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પણ યુવક-યુવતીની લાશ જાહેર રસ્તા પરથી મળી આવી હતી, તે મામલો પણ એનર કિલીંગ તરીકે જોવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એક યુગલની લાશ મળતા કેશોદ પોલીસ માટે આ શરમજનક ઘટના છે. શું છે આ યુગલોની લાશો મળવા પછળનું કારણે…?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
