બે દિવસ પૂર્વે પણ રાજકોટ સિવીલ હોસ્પિટલનાં બે મહિલા ડોક્ટર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો વિદિત છે, ત્યારે આજે ફરી રાજકોટનાં બીજા બે કોરોના વોરિયર્સ ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય સેવાક્ષેત્રે સન્નાટો જોવામાં આવી રહ્યો છે. જી હા રાજકોટનાં બે નામાંકિત ડોકટરો કોરોનાની ઝપટેમાં આવી ગયા છે. રાજકોટનાં ડૉ.જીગરસિંહ જાડેજા અને અંકિત માંકડિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, આ બનેં ડોક્ટરોની ટ્રાવેલ્સ હિસ્ટ્ર છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યુ છે. મેડિકલ સ્ટાફ અને ડોક્ટરોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા હોવાનાં કારણે શહેરના સામાન્ય લોકોમા ફફડાટ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
