વડોદરા પોલીસની આબરૂના લીરા ઉડાડનાર હત્યાનો આરોપી આખરે ઝડપાયો છે. PCBએ હત્યાના આરોપી સૂરજ ઉર્ફે ચુઈની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા બોટમાં બેસી સવારે 4 વાગ્યે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને અંતે પોલીસને બદનામી આપનાર આરોપીને પોલીસે દબોચી લીઘો. આપને જણાવી દઇએ કે આ એજ હત્યાનો આરોપી છે જેને જામીન પર છૂટી અને જેલથી પોતાના નિવાસ સ્થાન સુધી ટેકેદારો સાથે ખુલ્લી ગાડીમાં આતંકીત રેલી કાઢી હતી અને પોલીસની આબરુના લીરેલીરા ઉડાવ્યા હતા. હત્યાનાં આરોપી દ્વારા જેલથી ઘર સુઘી રેલી કાઢતા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ નોંધવામાં આવતા જ આરોપી છનનન થઇ ગયો હતો. ઘણા દિવસથી ફરાર હત્યાનાં આરોપીને પીસીબીએ રાજપીપળા પાસેથી ઝડપી પાડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….