Not Set/ મહેસાણા/ આવી બેદરકારી જ જવાબદાર છે કોરોનાના વધતા કહેર માટે, માસ્ક વિના ફરતા 2170 દંડાયા

કોરોનાનાં કપરા કાળમાં પણ બેજવાબદારી ભર્યુ વર્તન કરી સમાજીક દ્રોહ કરી રહેલા લોકો સામે મહેસાણામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જી હા, કોરનાનાં કપરા કાળમાં સરકારની માર્ગદર્શીકાની એંસી તેસી કરી રહેલા લોકો ખાસ કરીને માસ્ક વગર ફરતા કોરોના વાહકો સામે કડક કાર્યવાહી કરતા માસ્ક વગર ફરતા 2170 લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે.   મહેસાણા પોલીસે એક જ […]

Gujarat Others

કોરોનાનાં કપરા કાળમાં પણ બેજવાબદારી ભર્યુ વર્તન કરી સમાજીક દ્રોહ કરી રહેલા લોકો સામે મહેસાણામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જી હા, કોરનાનાં કપરા કાળમાં સરકારની માર્ગદર્શીકાની એંસી તેસી કરી રહેલા લોકો ખાસ કરીને માસ્ક વગર ફરતા કોરોના વાહકો સામે કડક કાર્યવાહી કરતા માસ્ક વગર ફરતા 2170 લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે.  

મહેસાણા પોલીસે એક જ દિવસમાં 2170 લોકો સામે કાર્યવાહી કરી અને 2170 લોકો પાસેથી 4.34 લાખનો દંડ વસુલ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે પોલીસ દ્વારા સતત ચેકીંગ થઈ રહ્યું છે. જો કે, હમ નહીં સુધરેંગેની તર્જ પર લોકો બિન્દાસ્ત જોવામાં આવી રહ્યા છે. દંડ વસુલ્યા પછી પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર હાલ પણ યથાવત છે ઉલ્ટાનું કોરોનાનો કહેર આવી જ કોઇ બેદરકારીઓને કારણે ઘણો વઘી ગયો અને રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews