રાજકોટમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે અહી કોવિડ હોસ્પિટલને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી આવેલી નીલકંઠ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જ્યા લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. હોસ્પિટલની બહાર એકઠી થયેલી ભીડે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સમગ્ર મામલા પર પ્રકાસ પાડ્યો હતો.
નીલકંઠ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇને આ હોસ્પિટલનો વિરોધ કરી રહ્યા છે. મળી રહેલી માહિતી મુજબ, મોટી સંખ્યામાં અહી મહિલાઓએ આ હોસ્પિટલનો વિરોધ કર્યો છે. આ વિરોધનું કારણ હોસ્પિટલનું રહેણાંક વિસ્તારમાં હોવાનુ જાણવા મળ્યુ છે. સ્થાનિક એક મહિલાનું આ અંગે કહેવુ છે કે, અમારા બાળકો અહીયા એમ્બ્યુલન્સમાં લઇને આવેલા દર્દીઓને જોવા જતા રહે છે. આ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં હોવાથી અમને પણ આ કોરોના થઇ શકે તેવી સંભાવનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
