સુરત પર મીઠી ખાડીનાં પૂરનું સંકટ યથાવત ઝંબુડી રહ્યું છે. પૂરનાં પ્રકોપનાં કારણે સુરત મનપા કમિશનર લિંબાયત ઝોન પહોંચ્યા હતા. પૂર અસરગ્રસ્ત વિસ્તારની સોસાયટીની સુરત મનપા કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને હાલની પરિસ્થિતિ અને નુકશાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો સાથે પણ મનપા કમિશનરે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, સુરત અને ઉપરવાસમાં વરસાદ બંધ થતાં ખાડીનું લેવલ ઘટ્યું ત્યારે કાદવ કીચડના નિકાલ કરવા ટીમ તૈયાર કરવામાં આવી હોવાનું સુરત મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સુરત મનપા કમિશનર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, સાફ સફાઈ માટે મનપાની 12 ટીમ તૈયાર કરાઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં પાણી સંપૂર્ણ ઓસરી જશે તેવો અંદાજ છે. પાણી ઓસરતા જ તમામ ટીમો સ્થાનિકો સાથે મળી કામગીરી શરુ કરી દેશે. તંત્રનો પૂરો પ્રાયસ રહેશે કે વિસ્તાર પૂર્વ સ્થિતિમાં ઝડપથી લાવી દેવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
