સુરતની સુમુલ ડેરીના ચેરમેન પદ માટે ભાજપમાં ધમાસણની સ્થિતિ જોવામાં આવી રહી છે. રાજુ પાઠક અને ગણપત વસાવાનો અહમનો ટકરાવ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી 4 સપ્ટેમ્બરનાં રોજ સુમુલ ડેરીના નવા ચેરમેનની વરણી થવા જઇ રહી છે અને નવા ચેરમેનનો ચહેરો લગભગ માનસિંહ પટેલ બને તેવી શકયતા જોવામાં આવી રહી છે.જ્યારે વાઇસ ચેરમેન તરીકે જયેશ પટેલનું નામ ચર્ચામાં હોવાનું પણ સામે આવી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે, જયેશ પટેલ થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાયા છે. રાજુ પાઠક જૂથ અને માનસિંહ પટેલ જૂથના 8-8 ડિરેકટર ચૂંટાયા છે, ત્યારે આગામી 4 સપ્ટેમ્બરનાં રોજ સુમુલ ડેરીના નવા ચેરમેનની વરણીનો દિવસ અને ત્યાં સુધીનો કાળ ભાજપમાં ટકરાવ અને ટાટીયા ખેંચનો રહે તેવી ભીંતી સેવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
