સૌરાષ્ટ્રનાં વધુ એક રાજનેતા અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો સામ આવી રહી છે. જે રીતે સૌરાષ્ટ્રનાં નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તે જોતા એવુ પ્રતિત થઇ રહ્યું છે કે, સૌરાષ્ટ્રના રાજનેતા પર કોરોના ભારે પડી રહ્યો છે.
જી હા, ગઇકાલે ભાજપનાં અનેક નેતા બાદ આજે MLA હકુભ અને MLA રૈયાણી(સત્તાવાર જાહેરાત સામે આવી નથી) બાદ જૂનાગઢ વિસાવદરના કોંગ્રેસનાં MLA હર્ષદ રિબડીયાને કોરોના પોઝિટિવ આવતા રાજકીય વર્તુળમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.
હદ તો ત્યાં છે કે, જૂનાગઢ વિસાવદરના કોંગ્રેસનાં MLA હર્ષદ રિબડીયાનો પરિવાર પણ કોરોનાના ઝપેટમાં આવી ગયો છે. જી હા, હર્સદ રિબડિયાની સાથે સાથે તેમની પત્ની તથા તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ રિબડીયા પરિવારનાં કોન્ટેક્ટમાં આવેલા લોકોની હિસ્ટ્રી ચેક કરવાની અને તેમના ટેસ્ટ્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
