અરવલ્લીમાં મંત્રીનાં જાહેર કાર્યક્રમમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવા યુવકની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ગુજરાતનાં કેબીનેટ મંત્રી સૌરભ પટેલના અરવલ્લીમાંનાં કાર્યક્રમમાં યુવક આત્મવિલોપન માટે પહોંચ્યો હતો અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા ધનસુરા પોલીસ યુવકની અટકાયત કરી હતી. યુવક દ્વારા મંત્રીનાં જાહેર કાર્યક્રમમાં આત્મવિલોપનનો પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો છે કે, યુવકને ન્યાય નથી મળી રહ્યો. જી હા, યુવક દ્વારા ખેતીલાયક જમીનમાં શાળાનું બાંધકામ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અને આ મામલે છેલ્લા કેટલાય સમયથી તે રજૂઆત કરી રહ્યો હોય, પરંતુ તો પણ તંત્ર દ્વારા તેનુ કોઇ સાભળતુ ન હોવાનો અને કોઇ પણ પગલા લેવામાં ન આવતા હોવાનાં આક્ષેપો સાછે યુવકને ન્યાય નહીં મળતા આવુ પગલું ભર્યું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
