Not Set/ કોરોનાનો સપાટો/ રાજકોટ ભાજપના ધારાસભ્ય થયા કોરોના પોઝિટિવ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં  કોરોના એ જોર પકડ્યું છે. સૌરાષ્ટ્ર ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ બન્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણીની તબિયત ખરાબ હોવાથી તે છેલ્લા 5-6 […]

Gujarat Rajkot
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં  કોરોના એ જોર પકડ્યું છે. સૌરાષ્ટ્ર ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ બન્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણીની તબિયત ખરાબ હોવાથી તે છેલ્લા 5-6 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તાવ ,શરદીની બીમારી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જો કે  આ વાતથી ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે  ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના દરેક કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી હાજર હતા. આ દરમિયાન તેઓ સામાજિક સંસ્થાના આગેવાનો, ભાજપના કાર્યકરો સહિતના લોકોના સંપર્કમાં પણ આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.