સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. તેમાયે ખાસ કરીને હવે રાજકોટ કોરોનાનું નવું એપી સેન્ટર બની રહ્યું છે. હવે રાજકોટના મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીનાબેનને કોરોનો પોઝિટીવ આવતા તેમની ચેમ્બરમાં આજે સવારથી અરજદારોની પ્રવેશબંધી કરવામાં આવી છે. સાથે સાથે અત્યંત જરૂરી કામ હોય તોજ કચેરી એ આવ્યું તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
દરમિયાન મેયરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા કચેરીમાં મેયર સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બર અને શાસક પક્ષ કાર્યાલય સેનિટાઇઝ કરાયુ છે. આ ઉપરાંત મેયર બંગલો તેમજ સત્તાવાર કાર વિગેરે સેનિટાઇઝ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે તેમની ચેમ્બર અને બંગલોના સ્ટાફને જો લક્ષણો જણાશે તો જ તેમના ટેસ્ટ કરાશે તેમ જાણવા મળે છે. મેયર ચેમ્બરમાં આવતા અરજદારોને ચેમ્બર બહારથી જ સાંભળીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
નોધનીય છે કે અગાઉ રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ કોરોના ગ્રસ્ત બન્યાં છે તો સાથે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ નો પણ કોરોના રીપોટ પોઝિટીવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
