Not Set/ રાજકોટ/ પાછલા 24 કલાકામાં કોરોનાનાં કારણે 22નાં મોત, RMCનાં નાયબ આરોગ્ય અધિકારી પણ સંક્રમિત

પાછલા 24 કલાકામાં 22નાં મોતનું કોરોના તાંડવ કહી શકાય કે, કોરોનાનાં વધતા સંક્રમણ અને મોતનાં આંકડાઓએ રંગીલા કહેવાતા રાજકોટની રંગત જાણે છીનવી લીધી છે. કાયમ આનંદ અને રંગમાં જોવા મળતો સામાન્ય રાજકોટીયન આજે ચિંતા યુક્ત જોવામાં આવી રહ્યો છે. ચિંતાનું કારણે પણ છે જ. ગઇકાલ આટલે કે પાછલા 24 કલાકની જ વાત કરવામાં આવે તો રાજકોટમાં […]

Gujarat Rajkot

પાછલા 24 કલાકામાં 22નાં મોતનું કોરોના તાંડવ

કહી શકાય કે, કોરોનાનાં વધતા સંક્રમણ અને મોતનાં આંકડાઓએ રંગીલા કહેવાતા રાજકોટની રંગત જાણે છીનવી લીધી છે. કાયમ આનંદ અને રંગમાં જોવા મળતો સામાન્ય રાજકોટીયન આજે ચિંતા યુક્ત જોવામાં આવી રહ્યો છે. ચિંતાનું કારણે પણ છે જ. ગઇકાલ આટલે કે પાછલા 24 કલાકની જ વાત કરવામાં આવે તો રાજકોટમાં કોરોનાનાં કારણે વધુ 22 દર્દીઓનાં મોત નોંધવામાં આવ્યા છે.

નોંધવામાં આવેલા મોતનાં આંકડામાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલ બનેંમાં સારવાર લઇ રહેલા દર્દીઓનો સમાવેશ થયા છે. તમામ 22 દર્દીઓનાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયા હોવનું વિદિત છે. 22 મરણજનાર દર્દીઓમાંથી રાજકોટ શહેરનાં 16 દર્દીઓ છે, તો રાજકોટ ગ્રામ્યના 3 અને સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાનાં પણ 3 દર્દીના મોત નીપજ્યા છે.  

RMCનાં નાયબ આરોગ્ય અધિકારી પણ સંક્રમિત

રાજકોટમાં સંક્રમણની સ્થિતિ બદકરતા બત્તર જોવામાં આવી રહી છે ગઇકાલે રાજકોટનાં 125થી વધુ ડોક્ટરો કોરોનાનો શિકાર બની ગયાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો, ત્યાં આજે કોરોનાની સામે લડવામાં આવી રહેલી લડાઇના પાયા સમાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડો.પંકજ રાઠોડ પણ સક્રમિત થયા હોવાની વાત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડો.પંકજ રાઠોડ RMCના નાયબ આરોગ્ય અધિકારી છે અને સંક્રમણનો શિકાર બનતા તેમને 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઇન થવાની ફરજ પડી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews