ફરી એક વખત સામુહિક આત્મઘાતની ઘટનાએ ગુજરાત આખાને હચમચાવી નાખ્યું છે. જી હા, ભાવનગરમાંથી એક જ પરિવારનાં 4 સભ્યો દ્વારા સામુહિક આપધાત કરવામાં આવ્યાનાં સમાચારે ગુજરાતભરમા ચકચાર જગાવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરનાં વિજયનગર વિસ્તારમાંથી આ કાળજુ કંપાવી દેતી સામુહિક આપઘાતના બનાવની ઘટના સામે આવી રહી છે.
ભાવનગરમાં રહેતા અને રિટાયર્ડ Dy. SP નાં પુત્રએ પોતાની પાસેની રિવોલ્વરથી આપઘાત કર્યો છે. દુખદ ઘટનામાં રિટાયર્ડ Dy. SP નાં પુત્રએ પોતાનાં બે બાળકો અને પત્ની સહિત આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
સામે આવી રહેલી વિગતો પ્રમાણે ભાવનગરનાં વિજયનગર પ્લોટ નંબર – 629 માં રહેતા રાષ્ટ્રપતિ મેડલ વિજેતા રિટાયર્ડ નાયબ પોલીસ અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજાનાં પુત્રએ સહપરિવાર મોતને મીઠું કર્યું છે.
ગોઝારા સામુહિક આપઘાતનાં બનાવની જાણ થતાં ભાવનગર જીલ્લા SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સામુહિક આપઘાતનાં આ બનાવની તપાસ શરુ કરી હતી, જો કે, પ્રારંભીક તપાસમાં હજુ સામુહિત આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા મામલાની સધન તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
