Not Set/ “દોસ્ત દોસ્ત ન રહા” કળયુગમાં આ કહેવતને બહાર લાવતી એક ઘટના આવી સામે.. વાંચો

“દોસ્ત દોસ્ત ન રહા” આ કહેવત આજે અમદાવાદમાં સાચી સાબિત થઇ છે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં દારૂ છોડવાની સલાહ આપતા એક મિત્રે પોતાના જ મિત્ર પર લોખંડની પાઈપ મારીને બેહરમીથી માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે, આ પછીથી યુવાનને ગંભીર સ્થિતિમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે, આ ઘટનાની જાન થતા જ […]

Ahmedabad Gujarat

“દોસ્ત દોસ્ત ન રહા” આ કહેવત આજે અમદાવાદમાં સાચી સાબિત થઇ છે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં દારૂ છોડવાની સલાહ આપતા એક મિત્રે પોતાના જ મિત્ર પર લોખંડની પાઈપ મારીને બેહરમીથી માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે, આ પછીથી યુવાનને ગંભીર સ્થિતિમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે,

આ ઘટનાની જાન થતા જ ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર મિત્રની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ખોખરામાં રહેતા હેમંત ઝેરોક્ષની દુકાન ચલાવે છે. તેમના સોસાયટી બાળપણમાં મિત્ર સુશીલ પણ રહે છે. પરંતુ ગત દિવસોમાં દિવસ બંને ઘરથી બહાર ફરવા માટે નીકળ્યા હતા, ત્યારે હેમંતેને સુશીલે કહ્યું કે, તું દારૂ પીવાનું છોડી દે. દારૂ પીવાથી બધું બર્બાદ થાય છે. 

આ દરમિયાન હેમંત સુશીલને સમજાઈ રહ્યા હતા કે, ત્યારબાદ તે ગુસ્સે થઇ ગયો અને ત્યારબાદ તે કંઇ પણ વિચાર્યા વગર હેમંત પર લોખંડપાઈપ લઈને તૂટી પડ્યા હતા અને જેમાં હેમંત લોહી લહાન થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.