સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ MD ડ્રગ્સ મામલે નવો વિસ્ફોટ થયાનું સામે આવી રહ્યું છે. ડુમસ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું હતું તેની વિગતો વિદિત છે. આ મામલામાં સુરત ક્રાઇમે ગત મંગળવારે એક યુવકને પકડ્યો હતો. ડબોચી લેવામાં આવેલા યુવકની ઉલત તપાસ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી સરભરાને કારણે પોપટ બની ગયેલ ડ્રગ્સ પેડલર યુવક પાસેથી મોટો ખુલાસો થવા પામ્યો હતો.
યુવાનને ઝડપી પાડતા મોટો ખુલાસો સામે આવ્યો અને એમ.ડી ડ્રગ્સ સુરતનાં જ ભાગોળે આવેલા કડોદરા વિસ્તારમાં બનતું હોવાની કબૂલાત યુવક દ્વારા કરવામાં આવી. સુરત PCB અને કડોદરા પોલીસે યુવકે આપેલી જાણકારીનાં આધારે સ્થળ પર રેડ કરી અને યુવકની કબુલાત પ્રમાણે કડોદરા વિસ્તારનાં કારખાનામાંથી એમ.ડી ડ્રગ્સ બનાવવા વપરાતુ મટીરિયલ ઝડપ્યું. સુરતનાં કડોદરા વિસ્તારમાં જ એમ.ડી ડ્રગ્સ બનતું હોવાની વાતથી સમગ્ર વિસ્તાર સહિત શહેરમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
