ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના વિવિધ રાજનેતાઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના પૂર્વ મેયર અને શહેરના નારાણપુરા વોર્ડના કાઉન્સિલર ગૌતમ શાહનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટીવ આવત શહેરની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના સમર્થકોમાં અને પરિજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
