Not Set/ નદી-ડેમમાં ન્હાવાનાં શોખે લીધો સૌરાષ્ટ્રનાં ત્રણ યુવકોનો ભોગ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ચોમાસું ભરપુર ગયું છે, રાજ્યભરનાં તમામ નદી, નાળા અને ડેમથી માંડી ચેક ડેમો છલોછલ જોવામાં આવી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા વારંવાર સુચનો આપવામાં આવી રહ્યા છે કે, આ સમયે નદી – નાળા કે ડેમમાં ભૂલથી પણ ન્હાવાની કોશિશ ન કરવી જોઇએ. પરંતુ ઘેલશા અને શોખ અનોખી વસ્તુ છે અને તે […]

Gujarat Others

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ચોમાસું ભરપુર ગયું છે, રાજ્યભરનાં તમામ નદી, નાળા અને ડેમથી માંડી ચેક ડેમો છલોછલ જોવામાં આવી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા વારંવાર સુચનો આપવામાં આવી રહ્યા છે કે, આ સમયે નદી – નાળા કે ડેમમાં ભૂલથી પણ ન્હાવાની કોશિશ ન કરવી જોઇએ. પરંતુ ઘેલશા અને શોખ અનોખી વસ્તુ છે અને તે માણસને મોત સાથે બાથભીડવામાં પણ ખચકાવા દેતી નથી. આવી જ બે ઘટના સૌરાષ્ટ્રમાં નોંધવામાં આવી રહી છે. અને બે અલગ અલગ શહેરમાં પાણીમાં ન્હાવા જતા બે યુવકનાં મોત નીપજ્યા છે.

મોરબીના ધ્રુવનગર ગામે બે યુવકો ડેમી નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા હતા. પાણીનાં પ્રવાહમાં ન્હાવા પડેલા બન્ને યુવકોના મૃતદેહને પીએમ માટે  ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

જેતપુરની ભાદર નદીમાં ડુબી જવાથી વધુ એક યુવકે જીવ ખોયાની ઘટના પણ આજે નોંધવામાં આવી છે. કિશોરના મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા અને ભાદરનાં પુલ પાસે યુવક બેઠો હતો, ત્યારે અકસ્માતે નદીમાં પડી જતા મોત નીપજ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ જોવામાં આવ્યો હતો. જેતપુર ફાયર વિભાગના તરવૈયાઓએ મૃતદેહ શોધીને બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews