Not Set/ યુક્રેનમાં લશ્કરી વિમાન દુર્ઘટના ગ્રસ્ત, 25 લોકોનાં ગયા જીવ…

યુક્રેનના સરકારી પ્રવક્તાની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુક્રેનના ખારકિવ વિસ્તારમાં એએન -26 લશ્કરી વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ છે અને આ ગમખ્વાર દુર્ધટનામાં શરુઆતમાં નાનો જણાતો મૃત્યું આંક હાલ 25 લોકોના મોત સુધી પહોંચી ગયો છે. શુક્રવારે મોડી રાતે જારી કરાયેલા યુક્રેન સરકારનાં આ નિવેદનની પ્રાથમિક માહિતી અનુસાર, યુક્રેનમાં એક લશ્કરી વિમાન દુર્ઘટનામાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે, […]

World

યુક્રેનના સરકારી પ્રવક્તાની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુક્રેનના ખારકિવ વિસ્તારમાં એએન -26 લશ્કરી વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ છે અને આ ગમખ્વાર દુર્ધટનામાં શરુઆતમાં નાનો જણાતો મૃત્યું આંક હાલ 25 લોકોના મોત સુધી પહોંચી ગયો છે.

શુક્રવારે મોડી રાતે જારી કરાયેલા યુક્રેન સરકારનાં આ નિવેદનની પ્રાથમિક માહિતી અનુસાર, યુક્રેનમાં એક લશ્કરી વિમાન દુર્ઘટનામાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે, સાથે સાથે ગંભીર હાલતમાં બે ઘાયલ લોકોને તબીબી સુવિધામાં ખસેડવામાં આવ્યા છે. તો અનેક બીજા લોકો દુર્ધટનામાં લાપતા બન્યા છે જેમની શોધ ચાલુ છે. “

પ્રાપ્ત વિગતો પ્રમાણે અચાનક એન્જિનની ખામી સર્જાતા આ એએન -26 લશ્કરી વિમાન ક્રેશ થયું હતું, આવું યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયના એક સ્ત્રોતને ટાંકીને સ્થાનિક અખબાર ડેપોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews