Not Set/ મહેસાણા/ કડી નજીક કેનાલમાં ખાબકી કાર, એકનો બચાવ, 4 લાપતા

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટના સતત વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણાના કડી પાસે એક કાર કેનાલમાં ખાબકતા અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. કારમાં પાંચ યુવક યુવતીઓ સવાર હતા. જેમાં એક યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર લોકો લાપતા છે. હાલ તેની શોધખોળ કરવામાં અવી રહી છે. […]

Gujarat Others

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટના સતત વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણાના કડી પાસે એક કાર કેનાલમાં ખાબકતા અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. કારમાં પાંચ યુવક યુવતીઓ સવાર હતા. જેમાં એક યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર લોકો લાપતા છે. હાલ તેની શોધખોળ કરવામાં અવી રહી છે.

મળતી માહિતી અનુસાર, નંદાસણના 5 યુવક યુવતીઓ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે કડી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કાર બાજુમાં પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકી હતી. જેમાં એક યુવતીને બચાવી લેવામાં આવી છે અને બાકીના 4ની શોધખોળ કરવામાં આવી રહી છે. કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

આપને જણાવી દઈએ કે,જેસીબી મશીન મંગાવીને કારને બહાર કાઢવામાં આવી હતી. એ ઉપરાંત એક યુવતીને પણ કાર સાથે અંદર પડતા તેને બચાવી લેવામાં આવી હતી. જ્યારે કારમાં સવાર 4 યુવાનોની શોધખોળ જારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ