Ahmedabad/ AMCમાં વિપક્ષના નેતા તરીકે પ્રથમવાર દલિત મહિલા નેતાની નિયુક્તિ

મદાવાદ મનપાની ટર્મ પૂરી થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે માત્ર ગણતરીના દિવસો માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા બહેરામપુરાના મહિલા અને દલિત કોર્પોરેટર કમળાબેન ચાવડાની વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. 

Ahmedabad Gujarat

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ ચાવડાએ બે અઠવાડિયા અગાઉ હોદ્દા ઉપરથી રાજીનામું આપતા આ સ્થાન ખાલી પડ્યું હતું. ગુજરાત કોંગ્રેસે આ રિક્ત સ્થાન ઉપર  બહેરામપુરાના મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાની નિયુક્તિ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દિનેશ શર્માએ ટર્મ પુરી થવાના ગણતરીનાં દિવસો પહેલાં જ 19 ઓક્ટોબરે રાજીનામું આપ્યા બાદ AMCમાં ચાલતા કોંગ્રેસનો ડખો બહાર આવ્યો હતો. અને અમદાવાદના બે ધારાસભ્યોએ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા દિનેશ શર્માને હટાવવાની માગ કરી હતી.

નોધનીય છે કે હવે અમદાવાદ મનપાની ટર્મ પૂરી થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે માત્ર ગણતરીના દિવસો માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા બહેરામપુરાના મહિલા અને દલિત કોર્પોરેટર કમળાબેન ચાવડાની વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.